કોરોનાની દસ્તક

  • 2.9k
  • 1.3k

"સર, મને કોરોના તો..." સુશીલા આગળ કઈ બોલે એ હાલતમાં જ નહોતી એની આંખમાંથી દળદાર આંસુઓ વહી જતા હતા. સફેદ કોર્ટની પાછળ પણ તો છેવટે તો ડોક્ટર પણ તો એક માનવ જ હોય છે ને ડોકટર કેયુર પણ એમની ચશ્માની નીચે રડતા જ હતા! "ના... તને તો કઈ જ નહિ હોય! તું જરાય ચિંતા ના કર!" કેયુરે બંને એટલા સ્વસ્થ થતાં કહ્યું. "પણ સર, હશે તો... શું હું મરી જઈશ?!" એણે રડવાનું ચાલુ જ રાખ્યું. "અરે, કહુું તો છું... કઈ નહિ હોય!" કેયુર ફરી બોલ્યો. "સર, મને બહુ જ ડર લાગે છે! આખાય ઘરની જીમ્મેદારી મારી ઉપર જ છે!" સુશીલાએ