ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 2

(173)
  • 6.4k
  • 8
  • 4k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-2 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્મા કિશનપુર શહેરના પી.એસ.આઈ માધવ દેસાઈને કોલ કરી અમદાવાદ આવવા જણાવે છે. અચાનક ડી.આઈ.જી પોતાને અમદાવાદ કેમ બોલાવી રહ્યા હતા એ બાબતથી અજાણ માધવ પોતાના સાથી પોલીસ અધિકારી પારધીને કિશનપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપી અમદાવાદ આવવા નીકળે છે. માધવની માફક રાધાનગરના એ.સી.પી અર્જુનને પણ ડી.આઈ.જી શર્મા તાબડતોબ અમદાવાદ આવવાનું કહેણ મોકલાવે છે. નક્કી કંઈક મહત્વની વાત હોવી જોઈએ એમ વિચારી અર્જુન પણ અમદાવાદ આવવા નીકળે છે. આખરે ડી.આઈ.જી સાહેબે પોતાને આ રીતે કેમ કોઈ કારણ જણાવ્યા વિના અમદાવાદ આવવા આદેશ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી સાથે માધવ અને અર્જુન