સૂર્યોદય સાથે વહેતુ થયેલું ખુશીઓનું ઝરણું અચાનક જ સૂર્યાસ્ત સાથે અસ્ત પામી ચૂક્યું હતું. કરણુભાની ડેલી તરફ જતા એના ધીમા ડગલાં જાણે ધરતીને દઝાડતા હોય એવા લાગતા હતા. ઉના હાહાકાર ભર્યા શ્વાસ જાણે ઠંડી હવાને લૂમાં પરિવર્તન કરતા હોય એવું લાગી રહ્યું હતું. આંખો પરથી વહેતા આંસુ પોતાના જ ગાલને ભારે પડતા હતા. વિઠલે પીઠ પર મારેલા ધબ્બા અને ગાલ પર મારેલી અડબોતની અસર એના હ્ર્દય પર થઇ હતી. શરમના કારણે નહિ પણ પોતાની વહેતી આંખો છુપાવવા માટે એ લાજનો ઘૂંઘટ તાણીને કરણુભાની ડેલી તરફ ચાલી જતી હતી. એને જોવા આવેલા લોકોની વિચારધારા પોતપોતાની દિશામાં વહેતી