કેટ બ્લેન્ચેટ - એક આદર્શ અભિનેત્રી

  • 2.8k
  • 1
  • 650

એક આદર્શ અભિનેત્રીહમણાં બોલીવુડની અભિનેત્રીઓ વિશે ‘આવું બધું’ સાંભળીને આપણને એમ થાય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કાદવ છે અને એમાં પડ્યા પછી મેલાં ન થવું કે એમાં વધુ ઊંડા ન ઉતરવું એ લગભગ અશક્ય છે. પણ કાદવમાં કમળ ખીલે ત્યારે એને જોઈને પ્રસન્નતા થાય જ. બોલીવુડના નહીં, હોલીવુડના કાદવમાં ખીલેલું એક કમળ એટલે કેટ બ્લેન્ચેટ. (આમ તો ઘણાં લોકો માનવીય અભિગમ સાથે ફિલ્મોમાં કામ કરે છે, પણ અત્યારે કેટ બ્લેન્ચેટ વિશે જ વાત કરીએ!)કેટ બ્લેન્ચેટ વિશેની પ્રેરણાદાયી વાતો જાણતાં પહેલાં એમની એક્ટિંગ વિશે જાણી લઈએ. એમને બે વખત ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છ વખત તેઓ ઓસ્કાર માટે નોમિનેટ થયાં