પગરવ - 43

(88)
  • 4.8k
  • 6
  • 2.6k

પગરવ પ્રકરણ - ૪૩ ગાડી આખરે બંગલાના મેઈન ગેટ પાસે પહોંચી ગઈ. સુહાની સવિતાબેનને લઈને ગાડીમાંથી બહાર આવી...!! એ લોકો ત્યાંથી ગાડી સાથે નીકળી ગયાં. એણે જોયું કે દરેક વ્યક્તિ એક એક જ કામ કરે છે‌‌...એને કદાચ આગળ પ્રવેશ મળતો જ નથી. એણે આજુબાજુ નજર કરી તો બધી બ્લેકગાડીઓની વચ્ચે હવે એને ચાર ગાડી જ વાઈટ કલરની દેખાઈ. કદાચ એ જ ગાડીઓ બહાર જઈ રહી છે કામ માટે....!! ત્યાં આજુબાજુ જોઈ રહેલી સુહાનીને એક નખશીખ બંધાઈને આવેલી સ્ત્રીએ કહ્યું, " મેમ ચલો આપ અંદર...સાહેબને બુલાયા હૈ...." સુહાની દિલથી એક જીતની પ્રાર્થના કરતી એ સવિતાબેનનો હાથ પકડીને અંદર પ્રવેશી...!! અંદર જેવી