યોગ-વિયોગ - 51

(355)
  • 20.6k
  • 14
  • 12.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૧ સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા. બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું હતું. સૂર્યકાંત હજીયે પૂરેપૂરા ભાનમાં નહોતા આવ્યા. હાર્ટ અટેક આવ્યો ત્યારે એમની સામે પસાર થયેલાં જિંદગીનાં દૃશ્યો આજે જ્યારે ફરી એક વાર એમની આસપાસ ગોળગોળ ફરતાં નાચી રહ્યાં હતાં. પોતાની જીવાઈ ગયેલી જિંદગીનાં વર્ષો ફરી જીવવાનો સૂર્યકાંતને જાણે થાક લાગતો હતો. એ આંખો મીંચીને પડ્યા હતા, પણ શાંત નહોતા ! અર્ધતંદ્રામાં અડધા પોતાની જાત સાથે... અને અડધા બીજે ક્યાંક ! થોડાક વર્તમાનમાં અને થોડાક ભૂતકાળમાં ઝોલા ખાતા સૂર્યકાંત જાગતી દુનિયા સાથે, વર્તમાન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ