અગનપરી - 2

  • 3.4k
  • 1
  • 1.2k

બંને કારમાં બેસી ગઈ. થોડીવાર પછી પરિતાના મોબાઇલમાં એક કોલ આવ્યો. તેણે બ્લુટૂથ સાથે કનેકટ કર્યો એટલે આખી કારમાં અવાજ સંભળાતો હતો. સામે છેડેથી તેની કોલેજની સહેલી સારિકા બોલી," ઓય પરી! તે ડ્રેસકોડ ફાઈનલ કર્યો? કઈ થીમ પર પહેરવાની છો?" પરિતાએ કહ્યું," ના યાર! ફેશન શો માટે મને કોઈ થીમ સૂઝતી જ નથી. તને કોઈ આઈડિયા છે?" સારિકા," ના યાર! પણ તારે બે દિવસમાં જ નક્કી કરવાનું છે. તારી જાણ ખાતર કહી દઉ કે આ ફેશન શોમાં શો સ્ટોપર તું છે." પરિતાએ આશ્ચર્ય સાથે કહ્યું," શું? પણ મને તો આ વિશે કોઈએ કહ્યું જ નથી. આટલાં ટૂંક સમયમાં હું બધું