લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 29

(26)
  • 3.8k
  • 2
  • 1.6k

રાતના દસ વાગ્યા હતા. સ્નેહા જમવાનું પુરું થતા કામ પર લાગી ગઈ હતી ને રમણીકભાઈ સોફા પર બેસી ટીવી જોઈ રહયા હતા. તેનું ધ્યાન બિલકુલ ટીવીમાં જ હતું ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. તેમને મોબાઈલ હાથમાં લીધો ને નંબર જોયો. બાલુભાઈનો નંબર હતો. તેમને ફોન ઉપાડયો. "હેલો, કેમ છે બાલુભાઈ......??""જલસા છે હો. તારે કેમ છે....?? " બાલુભાઈ બોલ્યા. "આ જો દુકાનેથી આવી ટીવી જોવા બેઠો. બોલો કેમ આટલા દિવસ પછી અચાનક યાદ આવી...." રમણીકભાઈએ વાતોને આગળ વધારતા કહયું. "અમદાવાદથી ફરી વાત આવી છે તારી દિકરી માટે. તારો જો વિચાર હોય તો આપણે એકવાર અમદાવાદ જ્ઇ આવ્યે. છોકરાને અને તેના