મારી નજરે ગિરનાર

(18)
  • 4.6k
  • 1
  • 1.3k

ગિરનાર... એક એવી જગ્યા કે જે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર અને સૌંદર્યથી ભરપૂર છે. જ્યાં મનને શાંતિ મળે છે. ગુરુ દત્તાત્રેય શિખર ઉપર એક ઝૂંપડી જેવી જગ્યામાં માત્ર બે પગલાં છે. લોકો કહેતા હશે કે એમાં શું જોવા જેવું છે? એમ‍ાં કંઈ જોવા જેવું છે કે નથી, એ ત્યાં જઈને નક્કી થાય, પરંતુ એ જગ્યાના વાઇબ્રેશન્સ ગજ્જબ છે. ત્યાં ઊભા રહો તો એ અંદરથી જ ફિલ થાય. 3600 ફૂટની ઊંચાઈએ કેટલી અદ્ભુત શાંતિ હોય છે!વળી, આટલી ઊંચાઈએ ઊભા રહી દુનિયાને જોવાનો ચાન્સ પણ ક્યારે મળે! ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એટલે સ્વાભાવિક છે કે, અન્ય કોઈ જગ્યા ગુરુ દત્તાત્રેય