પ્રકરણ- નવમું/૯પવિત્ર બંધનના પ્રથમ પ્રભાતની પ્રતિક્ષામાં પથારીમાં પડેલી કાચી ઊંઘમાંથી પડખું ફરીને તરુણાએ મોબાઈલમાં નજર કરીને જોયુ તો, માંડ સમય થયો હતો, વહેલી પરોઢનો ૪:૨૫ નો. બાવીસ વર્ષ પર્યંત રાઘવના રૂપમાં તરુણાને એક એવી શખ્સિયતનો સાક્ષાત્કાર થયો હતો કે, જે ખરેખર વિશ્વાસ શબ્દની વિશ્વસનીયતા પર ખરો ઉતર્યો. તરુણાએ પારિવારિક સંબંધોના સંબોધનના માત્ર શબ્દો જ સાંભળ્યા હતા, તેની અનુભૂતિનો અનુભવ ક્યારેય કર્યો નહતો. જિંદગીમાં પહેલી વાર તરુણાને રાઘવના વ્યક્તિત્વમાં તેની મહદ્દઅંશે કુંઠિત અને મૃતપ્રાય થવાં જઈ રહેલી લાગણીમાં સહાનુભુતિની સરવાણીના સંચારની પ્રતીતિનો અહેસાસ થયો. કોઈપણ સ્ત્રીને ભેરું જેવો એક ‘ભાઈ’ હોય, પછી તેને શેનો ભય ? ‘ભાઈ’ શબ્દ જ નિર્ભય કે