મહત્વકાંક્ષા

  • 3.6k
  • 1.4k

જગતના પ્રત્યેક માતા-પિતાની એવી ઇચ્છા હોય છે કે પોતાનું સંતાન પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી ભણીગણીને હોંશિયાર બને. સારી નોકરી મેળવીને પગભર થાય અને પોતાના પરિવારનો ટેકો બને. એટલા માટે જ તેઓ પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. ભવિષ્યમાં તેમને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એ માટે સંપત્તિ એકઠી કરે છે. પોતાના સંતાનનું જીવન વધુને વધુ સુખમય બને એવી કામના હોય છે. પરંતુ શું ફક્ત ભવિષ્યની કામના કરવી પર્યાપ્ત છે? તો ચાલો જોઈએ એવો જ એક પ્રસંગ. સુરેશભાઈ એક સારા બિઝનેસ મેન છે. ટેક્સટાઇલ માર્કેટમાં તેમનું સ્થાન મોખરે રહેતું.