અઝરૂ ભાવનગર મેઈન બઝારમાં ટ્રાફિક વીંધતો કોઈ વસ્તુની ખરીદી માટે શોપ તરફ જઈ રહ્યો હતો.ત્યાં તેનું ધ્યાન શોપની બહાર ઊભેલી એક યુવાન સ્ત્રી તરફ ગઈ.સેંથામાં સિંદૂર પુરેલો ગોળ ચહેરો. આંગળી અડાડો તો પણ લાલ દાગ પડી જાય તેવો ગૌર વર્ણ.ભોળી ને ભાવવાહી આંખો.સુંદર બાંધો. અઝરૂ નું ચેતાતંત્ર રિવર્સ ગતી કરવા લાગ્યું.તે તેનાથી થોડું અંતર રાખી ઉભો રહી ગયો.આની સાથે કંઇક ગાઢ સંબંધ હોય તેમ તેનું મન આ સ્ત્રી તરફ ખેંચવા લાગ્યું.એટલામાં ચેતાતંત્ર પચ્ચીસ વર્ષ બેક દોડી ગયું. અઝરૂથી જોરથી બોલાઈ ગયું. " હિરુ તું...." પોતાનું નામ સાંભળતા હીરું એ અઝરૂ સામે