યોગ-વિયોગ - 50

(360)
  • 22.9k
  • 11
  • 14.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૦ ‘‘મોમ...’’ ‘‘નીરવ...?! અત્યારે ? બધું બરાબર તો છે ને ? તારા ડેડ...’’ ‘‘દરેક વખતે ડેડની ચિંતા થાય છે તને ? હું મારા કામ માટે ફોન ના કરી શકું ?’’ ‘‘કરી જ શકે બેટા, પણ ક્યારેય કરતો નથી એટલે નવાઈ લાગી. એકાદ પેગ ગળા નીચેઊતરે પછી જ તને મા યાદ આવે છે. એટલે મને નવાઈ લાગી...’’ ‘‘બસ ! બોલી લીધું ?’’ ‘‘હા, હવે તું બોલ.’’ રિયાના અવાજમાં થોડું આશ્ચર્ય અને થોડીક મજાક હતા. ‘‘મેં સેટલ થવાનું નક્કી કરી લીધું છે.’’ ‘‘એટલે અત્યાર સુધી તું સેટલ નહોતો, એમ ને ?’’ રિયાએ મનોમન ગણતરી માંડી અને એને