રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ સુજાતા પતિની કરતૂતોથી વાકેફ હતી. બીજા કોઇ સંજોગો હોત તો એને ટીના સાથે રંગેહાથ ઝડપી પાડયાની જાહેરાત કરી હોત. ટીનાને પોતે જ જતિન પાસે મોકલી હતી. અને તેની સાથેના આપત્તિજનક વિડીયોનું પોતે જ શુટિંગ કરવાનું હતું. આ શુટિંગ જ એવો ધડાકો કરે એવું હતું કે જતિનની કારકિર્દી ધૂળધાણી થઇ જાય એમ હતી. લાંબા ગાળાના આયોજનનો આ એક ભાગ હતો. સુજાતાએ જતિનના ટીના સાથેના જબરદસ્તીના દ્રશ્યોને પોતાના મોબાઇલમાં કંડારી લેવા માટે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કર્યો. સુજાતા બેડરૂમના દરવાજા બહાર ઊભી રહી અને સહેજ ખુલ્લા રહેલા બારણામાંથી સેલ્ફીસ્ટીક સાથે કેમેરો અંદર કર્યો