પ્રતિશોધ દ્વિતીય અંક: - 11

(190)
  • 6.2k
  • 5
  • 3.6k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-11 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન પુષ્કરના ભવ્ય મેળાનો આજે છેલ્લો દિવસ હતો, આજના દિવસે યોજાનારી તલવારબાજીની પ્રતિયોગીતા નિહાળવા મેળામાં આવેલા લોકો મેદાનની ફરતે જમા થઈ રહ્યા હતાં. આ એ જ મેદાન હતું જ્યાં મોડી રાતે અંબિકા તલવારબાજીની તૈયારીઓ માટે જતી હતી. મેદાનની મધ્યમાં ચૂનાની મદદથી એક વર્તુળ બનાવાયું હતું જેની અંદર દરેક સ્પર્ધકે સ્પર્ધા કરવાની હતી. આ એક જાહેર પ્રતિયોગીતા હતી જેમાં ભાગ લેવા માટે પહેલેથી નામ નોંધાવવાની કોઈ જરૂર નહોતી. પ્રતિયોગીતા નિહાળવા આવેલા લોકોમાંથી જેનું મન થાય એ પોતાની ઈચ્છાથી સ્પર્ધામાં જંપલાવી શકતો. મોટી સંખ્યામાં આ સ્પર્ધા જોવા આવેલા લોકો મેદાનની ફરતે લગાવેલાં લાકડાંનાં નાના-નાના