પિશાચિની - 28

(88)
  • 7.5k
  • 5
  • 3.2k

(28) જિગર કારમાં પૂર-ઝડપે ઘર તરફ આગળ વધી રહ્યો હતો. ‘અત્યાર સુધીમાં અદૃશ્ય શક્તિ શીના તેના ઘરે, માહી પાસે પહોંચી જ ગઈ હશે. શું તે ઘરે પહોંચશે ત્યાં સુધીમાં શીના માહીને ખતમ કરી નાંખશે ? ! શું શીના માહીનું લોહી પી જશે ? શું હવે તેને તેની માહીનું મરેલું મોઢું જ જોવા મળશે ? !’ આવા બધાં સવાલો જિગરના મનમાં ગૂંજવા લાગ્યા, પણ આ વિશે વિચારવા-કરવા જેવી હાલત તેના મગજની રહી નહોતી. અત્યારે હવે જિગરની કાર તેના ફલેટના પાર્કિંગમાં પહોંચી, ત્યારે તે જાણે દસ-બાર કિલોમીટર દોડીને આવ્યો હોય એમ હાંફી રહ્યો હતો. તે દોડીને લિફટમાં દાખલ થયો. તેણે બટન દબાવ્યું.