દાદાને વ્હાલી દિકરી રાતના લગભગ બે વાગ્યા હશે. દાદા પથારીમાં બેઠા હતા. માળા ચાલુ હતી. રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના નુ મનમાં સ્મરણ ચાલુ હતુ. અચાનક જ પ્રિયા પાણી પીવા જાગી. પાણી પીને દાદાના ખાટલા પાસે આવીને બેઠી અને કહેવા લાગી દાદા તમને નિંદર નથી આવતી? મોં પર થોડુ હાસ્ય લાવી ને કહે છે બેટા એક અઠવાડીયા પછી આ ઘર કાંગરા અને ડેલીયુમાંથી પ્રાણ નીકળી જાહે કેમની નિંદર આવે? પ્રિયા- દાદા એવુ ન હોય હુ ક્યા અહિથી દુર જવાની માત્ર મુંબઈ તો જવાની છુ. હુ તમને દરરોજ ફોન કરીશ ને. મારા દાદાના ખબર અંતર પુછવા મહિને એક આંટો પણ આવીશ. મે