જતન..

  • 2.4k
  • 782

આખા બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં માનવ જીવનનું અસ્તિત્વ શકય બન્યું છે. પણ અબજો વર્ષોથી તમામ જીવો માટે રહેઠાણ પૂરી પાડતી પૃથ્વી આજે તે જ મનુષ્યોને કારણે વિનાશના આરે આવીને ઊભી છે. વૈજ્ઞાનિકો ઘણાં સમયથી જાણી ચૂક્યા હતાં કે હવે નજીકનાં ભવિષ્યમાં જ પૃથ્વીનો નાશ થવાનો છે. સમગ્ર મનુષ્ય જાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાવાનું છે. આ બધી જાણકારી મળતાં જ દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ સંકટમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવા લાગ્યાં હતાં. તેમણે ઘણાં જ સમય પહેલાં આકાશગંગાની બહાર એક એવો ગ્રહ શોધી કાઢ્યો હતો જ્યાં પૃથ્વી જેવું જ વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણી મહેનત કરીને એક સ્પેસક્રાફ્ટ ત્યાંની જમીન પર