કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ પૂર્વોત્તરના હિમાલયમાં લીલીછમ ચાદર ઓઢીને સુતેલું એક રાજ્ય એટલે નાગાલેન્ડ. ઉત્તરીય હિમાલયની જેમ અહીં બર્ફીલી નદીઓ નથી. વણબોલાવ્યા મહેમાનની જેમ આવી જતા બરફના તોફાનો નથી, વારંવાર બદલાતો મોસમનો મિજાજ નથી. ટ્રેકિંગ કરનારા સાહસવીરો નથી. પ્રવાસીઓના ધાડેધાડા નથી. પૂર્વોત્તરની સફર એટલે બૌદ્ધ ધર્મનું સાહચર્ય.એક બાજુ ચીન સાથેનું રાજકીય ઘર્ષણ, નકસલવાદીઓ તરફથી સતત મળતી ધમકીઓ, બંધના એલાનો, તો બીજી બાજુ ત્યાંની સ્થાનિક પ્રજા વચ્ચે સદીઓથી ચાલતા લોહિયાળ સંઘર્ષના સાક્ષી સમાં આ સરહદી રાજ્યને પોતાની આગવી ઓળખ છે.આ રાજ્યની મુખ્ય ભાષા અંગ્રેજી છે. કદાચ અહીંની કોઈ પણ ભાષાની સ્ક્રિપ્ટ નથી- માત્ર બોલી જ છે. બે સમુદાયો વચ્ચેનો સંઘર્ષ