રશીદ, કિશન અને શેઠ. બધા ઍક સરકારી ખાતામાં જોડે નોકરી કરતા. નવી નવી ભરતી થયેલા આ બધા જોડે મોજ મસ્તી કરતા ને મજાથી જીવન વિતાવતા.એકનું નામ લો અને બીજાને ભુલાય એવા એકથી એક ચડિયાતા. અંદર અંદર ઘણી વખત ઝઘડો પણ કરી લેતા પણ જ્યારે બહારનું કોઈ સામે આવે તો ભેગા મળીને સામેવાળાના નાળિયેરની જેમ છોતરા કાઢીને ફોલી નાખે એવા ભાઈબંધ હતા. એમની સાથે જ અનુષા નામની એક છોકરી નોકરી કરતી હતી. કામનો બહોળો અનુભવ, ઉંમરમાં આમના કરતાં મોટી અને મદદગાર સ્વભાવ આ ત્રણેય ગુણોના સંગમથી તે આ બધાની માનીતી દીદી થઈ ગઈ હતી. અનુશાના ઘરવાળા એટલે આમના જીજાજીને દર અઠવાડિયે શની