યોગ-વિયોગ - 49

(343)
  • 21.4k
  • 11
  • 13.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૯ સૂર્યકાંત છાતી પર ડાબી તરફ હાથ દબાવતા ઊભા થવા ગયા, પણ જમીન પર ફસડાઈ પડ્યા... યશોધરા, શૈલેષ, દેવશંકર, ગોદાવરી, અજય, અભય, અલય, વસુંધરા, સ્મિતા, રોહિત... વારાફરતી એની સામે આવતાં હતાં અને કાન ફાડી નાખે એવા અવાજે એને સવાલો પૂછતા હતા... સૂર્યકાંતને ગભરામણ થતી હતી. પરસેવો પરસેવો વળી ગયો હતો. ચીસ પાડવી હતી, પણ જાણે ગળામાંથી અવાજ નહોતો નીકળતો. એમને કોઈને બોલાવવા હતા... પણ લક્ષ્મીના રૂમ સુધી એમનો અવાજ પહોંચે એમ નહોતો. સૂર્યકાંતને લાગ્યું કે આ એમની જિંદગીની આખરી પળ હતી. માસિવ હાર્ટઅટેકમાં હવે એમનું મૃત્યુ થવાનું... એમણે આંખો મીંચી દીધી અને છાતી પર હાથ