વેલેન્ટાઇન ડે:એક મુગ્ધ અવસ્થામાં થતો પ્રેમ.. લાગણીઓનો ધોધ.. જ્યાં સામે પક્ષે બસ પૂરેપૂરા એનાં અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ ઓગાળવાની મહત્વાકાંક્ષા?પહેલાં એવું હતું કે જેને તમે પ્રેમ કરતા હોવ તેને નિખાલસતાથી કહી ના શકો .. તો ? આપીને પોતાનો પ્રેમ વ્યક્ત થતો. ત્યારે આટલો બધો દેખાડો નહોતો.. ફક્ત પ્રેમને દર્શાવવાનો એક માત્ર ગુલાબી રસ્તો હતો.. ક્યારેક બે શબ્દો લખાતા તો ક્યારેક વળી લોહીથી લખેલો પત્ર મોકલાતા.. એક એવા સ્વપ્નમાં મહાલવા લાગતા જ્યાં પોતાના પ્રિયતમ કે પ્રેમિકાનો સહેવાસ ઝંખાતો ?દરેકના ફૂલ કે પત્રો સ્વીકારાતા જ એવું પણ નહિ.. લાગણીઓને એક ફૂલથી પામી શકાય ખરું? શું હું તને પ્રેમ કરું છું.. એ શબ્દો કાફી