સફરનામા ________ જીવવા માટે જીંદગીની હર પળ મળે.. એ માટે.. ભલે ચિંતાની આગમાં મારી રુહ બળે.. જીંદગીની સફર ભલે ગમે તે બાજુ ઢળે.. પણ હે જીંદગી તારા પથમાં થાકી જાઉં તો.! તારી સફરમાં પણ મને એક હમસફર મળે.. ********************************** સાંજ ઢળી રહી હતી. સૂર્યનારાયણ પણ ધરતી પરથી આજના દિવસનું પોતાનું અસ્તિત્વ ભૂંસીને પશ્ચિમમાં ડૂબકી લગાવવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં પ્રસરેલી રાતાશ પ્રતીત કરાવી રહી હતી કે સૂર્ય આજે પોતાનો સમગ્ર ગુસ્સો ઠાલવીને આથમી રહ્યો હતો. ધરતી પર વસવાટ કરતા જીવોનું તો શું હતું.