વ્હાલી તું પણ ગઈ..??

  • 3k
  • 692

વ્હાલી તું પણ ગઈ..??કેવાં એ દિવસો હતાં જ્યારે મારી દરેક રમતો તારાં ખોળામાં રમાતી હતી. રમત-રમતમાં ક્યારેક મેં મારેલો પથ્થર પણ તને વાગ્યો હશે તોય તું સ્મિત વરસાવતી, તારા છાંયે જ વિશ્રામ ખાધો, તારાં છાંયે જ નિંદરનુ મટકું મારતો. રજાનાં દિવસે ઉનાળાની બપોર તારી નિશ્રામાં વિતાવવી એનાથી મોટું સુખ એ દિવસોમાં કોઈ નહોતું. તારી ખરબચડી કાયા આંબલીપીપળી રમતી વખતે અમને ડાળી ડાળી ફરવામાં સદાય સહાય થતી. પીલુડા પાકે ત્યારે પક્ષીઓનું ટોળું તારી ઉપર કલરવ કરતું હોય એ નિહાળવું, તેનાથી વિશેષ કોઈ નેત્રસુખ તે દિવસોમાં ક્યાં હતું! હવે તારાં વિના એ પક્ષીઓ કેવાં વિહવળ થતા હશે, તારું થડ તો પેલાં વિકલાંગ