અગનપરી - 1

  • 4k
  • 1
  • 1.4k

"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું. "હા બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું. જેમ આદેશ મળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી. પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ