લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 28

(36)
  • 3.9k
  • 4
  • 1.5k

બસની બારી પરથી આવતા ઠંડા પવનની લહેરો સ્નેહાના વિચારોની સાથે તેમના વાળને પણ ઉડાડી રહી હતી. દિલ જોરશોરથી ધબકી રહયું હતું. શુંભમની જિંદગી હજું તે જ છે તે વાતથી વિચારો શુન્ય બનતા જ્ઇ રહયા હતા. શુંભમ આગળ શું વાત કરે છે તે સાંભળવા તેમને પોતાના જ મનને સમજાવતા શુંભમની વાતો પર ધ્યાન દોર્યુ. "સ્નેહા, છેલ્લે જયારે આપણી વાતો થઈ હતી ત્યાર પછી હું ઘરે વાત કરવાની તૈયારી કરતો જ હતો. ત્યાં જ મારી પર દર્શનાનો ફોન આવ્યો.'શુંભમ પ્લીઝ મારે તારી હેલ્પ જોઈ્એ છે તું અહીં આવી શકે.' હું તેમની સાથે કોઈ સંબધ રાખવા નહોતો માગતો. પણ દિલની લાગણીનો