બુલેટ

(19)
  • 3.6k
  • 2
  • 874

કનકપુર ની ગણના ન તો ગામડા કે ન તો શહેર માં થાય એવી.ગામડા થી શહેર તરફ સફર કરી આગળ વધતું મધ્યમ કદનું રળીયામણું સ્થળ.આમ તો બધા સંપી ને રહેતા એકમેક ના દુઃખ માં સહભાગી થાય અને ઝઘડા,કંકાશ નહીંવત.સોનાની થાળીમાં લોઢાની મેખ હોય એમ કનકપુર ના સોના જેવા વાતાવરણ માં પબુભા જાડેજા નામની એક મેખ હતી.તીખો સ્વભાવ,ઊંચો કદાવર બાંધો,અણિયાળી મુંછ,કરડી આંખો, જોઈ બધા એમની સામે આવવાનું ટાળતા અને વખત આવે હા માં હા મેળવી સમય સાચવી લેતા.પબુભા આમ ગુસ્સા વાળા પણ રીઝે તો રાજ આપી દે એવા.પબુભા જાડેજા ના પુર્વજ એક વખત ના રાજા રજવાડા હતા અને એજ અકડ એમના સ્વભાવ