ખાલી બાકડો ઓફિસ જવા જલ્દી તૈયાર થવા લાગી, ત્યાં તો અગત્યનાં બે ફોન આવ્યાં. તેમાં પંદર મિનિટ પસાર થઈ ગઈ. ઉતાવળમાં પર્સમાં મોબાઈલ, ચાર્જર, રૂપિયા, હાથ રૂમાલ, નાસ્તો, ડબ્બો, વોટર બોટલ મૂકી અને લેપટોપની બેગ લઈ રીતસર ની ભાગીને ગાડીમાં બેઠી. ઓફિસમાં મોડું થઈ ગયું હતું. ગાડી ચાલતી હતી પરંતુ મારું મગજ કાંઈક બીજે જ હતું. રસ્તો ક્યાંય ખૂટી ગયો ખબર ના પડી. ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી ને બેગ અને પર્સ લઈ ઝડપથી અંદર જવા લાગી ત્યાં મારી નજર ઓફિસની બહાર રહેતા બાકડા પર પડી અને નજર જતાં જ અટકી ગઈ. એકાદ મિનિટ બાકડાને તાકતી રહી. ત્યાં કોઈનો બોલવાનો