લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 27

(34)
  • 4.4k
  • 5
  • 1.9k

સ્નેહાનો ફોન મુકતાની સાથે જ શુંભમનો ફોન પર દર્શનાનો ફોન આવ્યો. તે તેની સાથે વાત કરવા નહોતો માગતો છતાં પણ દર્શનાની જીદ પર તેમને છેલ્લી વાર વાત કરવાનું વિચારી લીધું. "હવે શું છે તારે?? બધું જ તો પુરું થઈ ગયું. થોડિક દોસ્તી હતી તે પણ તે પુરી કરી દીધી." શુંભમે ફોન ઉપાડતાની સાથે જ દર્શનાને સંભળાવી દીધું. "પ્લીઝ શુંભમ, એકવાર મારી વાત સાંભળ. હું તારી સાથે કોઈ રમત રમવા નહોતી આવી." દર્શનાની વાતમાં સાફ ખામોશી દેખાય રહી હતી. તેના શબ્દો આજે પહેલીવાર લાગણી ભીના લાગતા હતા. "તો શું ફરી એકવાર વિશ્વાસ જગાવી મને તોડવા આવી હતી...?? શુંભમે ગુસ્સો જ