સહકર્મચારી

  • 1.6k
  • 418

લોકડાઉન બાદ હવે બધી ઓફિસ ધીમે ધીમે ખુલવા માંડી હતી.સૌ ત્રણ મહિનાથી ઘરમાં પુરાઈ ગયા હતા તો કશું કામ કર્યા વગર ધંધા રોજગારીમાં ધરખમ ફેરફારો હવે આવશે એવી ભીતિ દરેકમાં હતી, એક બાજુ ઘરની બહાર જઈને બીમારી ઘરે લઈ આવવાનો ભય અને જો ના જાય તો રોજી પર આવતી મુશ્કેલીઓના વાદળ તોળાઈ રહ્યા હતા. મિતેષ આજે ત્રણ માસ પછી ઘરની બહાર નીકળીને ઓફિસ જવાના રસ્તે નીકળ્યો, રસ્તો જાણે અજાણ બની એને જોઈ રહ્યો હતો એમ લાગતું હતું, છતાંય મિતેષ એ રસ્તાને અપનાવીને આગળ વધતો હતો, મનમાં ઘણા વિચારોના વમળ ઉભરાતા