આગે ભી જાને ના તુ - 3

  • 1.4k
  • 1
  • 502

પ્રકરણ- ૩/ત્રણ ગતાંકમાં વાંચ્યું.... રોશનીના સાસુ સસરા રાજીવ માટે અનન્યાનું માંગુ લઈને આવે છે અને રાજીવ અનન્યાનો ફોટો રતનને વોટ્સએપ પર મોકલે છે. ત્યાં રતન એ ફોટો એના પરિવારને બતાવે છે તો જોરાવરસિંહ અનન્યાનો ફોટો જોઈ અકથ્ય આશ્ચર્યથી જમવાનું છોડી ઘરની બહાર નીકળી જાય છે... હવે આગળ..... પારેખવિલા એ અનંતરાય અને સુજાતાનું સાથે મળી સજાવેલું સપનું હતું. બે માળનો બંગલો બહારથી સાદગીપૂર્ણ પણ ભીતરથી ભવ્ય હતો. લોખંડનો કલાત્મક પણ સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ મજબૂત ગેટ જ્યાં ચોવીસે કલાક બે સિક્યોરિટી ગાર્ડસ હાજર રહેતાં. ગેટ પાસે સિક્યોરીટી કેબીન જેમાં ચેકીંગ થયા બાદ, રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને અંદર જવા મળતું.