Wrong side...

  • 1.9k
  • 684

ઓફિસમાં કામ પતાવીને PG તરફ જવાને બદલે હું રેલ્વે સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. ઓફિસથી રેલ્વે સ્ટેશન થોડું જ દૂર હતું એટલે ચાલીને જવાનું નકકી કરી લીધું. ને પછી ચાલતાં ચાલતાં મમ્મીને કોલ કરી દીધો કે બે દિવસ રજા છે તો ઘરે આવી રહ્યો છું, રાતની ટ્રેનમાં આવું છું સવાર સુધીમાં પહોંચી જઈશ એમ. ટ્રેનમાં બેસીને હાશકારો લીધો અને પછી મારાં મિત્રને ફોન કર્યો કે સવારે મને લેવાં આવી જજે રેલ્વે સ્ટેશન પર... _____________________________________________ "પોતાનાં શહેરની હવા શ્વાસમાં ભરવાની મજા જ અલગ છે." ટ્રેનમાંથી પગ બહાર મૂકતાની સાથે જ મારાંથી બોલાઈ ગયું. આખી રાતનાં ઉજાગરાનો થાક ચહેરાં પર વર્તાઈ આવતો હતો,