એસા ક્યા ગુનાહ કિયા..? (ભાગ ૧)

  • 3.5k
  • 2
  • 1.3k

રૂમ નં. ઇસ બુક્ડ.. રિયા એ હોટલનો એક રૂમ બુક કરાવીને સીધો મયંકને ફોન કર્યો. આજે એ મયંકને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પણ એને નહોતી ખબર કે એક સરપ્રાઈઝ એ જ રૂમમાં એની રાહ જોઈ રહ્યું હતું. ફોન રિયાએ કર્યો તો પણ સવાલ મયંકે પૂછ્યો.. આજે સાંજે આપણે કોફી માટે મળિયે? ના..! આજે સાથે ડિનર લઈશું. આજની આખી રાત તારી સાથે વિતાવવી છે. તું આવીશને..? તો પછી સાંજે જ મળિયે. પછી સાંજથી લઈને કાલની સવાર સુધી બધું તારા નામે... રિયાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એને જે જોઈતું હતું એ મળી ગયું હતું. એણે હોટલ પર ફોન કરીને ર