શિવાંશ

(12)
  • 3.5k
  • 1
  • 1.1k

ખુશ્બુ ખૂબ જ પ્રેમાળ અને સંસ્કારી દિકરી.સ્વભાવે જેટલી સારી એટલી જ દેખાવે સુંદર.પણ એને એનાં રૂપનું બિલકુલ પણ અભિમાન નહીં.ખુશ્બુને બાળકો એટલા વ્હાલા કે તે આજુબાજુ તમામ બાળકો જોડે રમે. અને ઘણીવાર તો પડોશીઓને બહાર જવું હોય તો એમનાં બાળકોને તેઓ ખુશ્બુ પાસે મુકી ને જાય. કેમ કે ખુશ્બુ એ બાળકો ને એક માઁ નો પ્રેમ આપતી અને બાળકોને જીવની જેમ સાચવતી. આખી શેરીમાં ખુશ્બુ બધાની પ્યારી દીદી હતી. ખૂશ્બૂની ઉંમર લગ્ન લાયક થઈ હતી.એટલે ઘરનાં વડીલોએ ખુશ્બુનાં લગ્ન નમન જોડે કરવાનું નક્કી કર્યું હતુ.નમનની પોતાની રમકડાંની દુકાન હતી.પૈસે ટકે નમન અને એનાં ઘરનાં લોકો સધ્ધર હતા.આમ ખૂબ જ સારી