એક ઉમ્મીદ - 13

  • 2.2k
  • 1.1k

ભોજન પતાવી કાકીની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમગ્ન મુદ્રમાં બેઠો આકાશ દેખાયો....મનસ્વીને આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઈટ ઓન કરી. અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો ડગી ગયો.....મનસ્વી એની નજીક જઇ એકદમ સામે બેઠી...આકાશનો હાથ પોતાના હાથમાં લીધો....." શું થયું છે આકાશ ? " મનસ્વીએ ચિંતિત થયેલા આકાશને પૂછ્યું....... આકાશે મનસ્વીની આંખોમાં જોયું, કેટલાય વેરવિખેર થયેલા સપનાઓને સંજોવતી એ આંખો આકાશના દિલમાં ઉતરી ગઈ. આકાશે વહાલથી પોતાનો હાથ મનસ્વીના માથા પર ફેરવ્યો....મનસ્વી કશું સમજી શકે એ પેહલા તો આકાશે મનસ્વીનું માથું એના ખોળામાં ઢાળી ને એને સુવડાવી. આકાશ