પ્રગતિના પંથે - 5 - હું અને મારું ગૌરવ.....નિસર્ગ

  • 5.1k
  • 1
  • 1.4k

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 5 હું અને મારું ગૌરવ.....નિસર્ગ હું દીપિકા ટેઈલર આજે ૪૬વરસે “સર કીકાભાઇ પ્રેમચંદ સેન્ટર ફોર સ્પેશ્યલ એજ્યુકેશન”ની એડમિનિસ્ટ્રેટરની ખુરશી પર બેસીને પરમ સંતોષ અને શાંતિની ભાવના સાથે ખૂબ ગૌરવ પણ અનુભવી રહી છું. આ સુરત શહેર, મારું માદરે વતન, જેણે મને ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું લઈપણ લીધું છે. પરંતુ આજનાં દિવસે મને મારી જિંદગીથી પૂરો સંતોષ છે. જીવનથીમને હવે કોઈ ફરિયાદ નથી. જ્યારથી સમજણી થઈ ત્યારથી માંડીને હજી હમણાં સુધી મેં જીવનમાં સંઘર્ષ જ જોયો છે. સુખ તો મને બસ કોઈ ખરતાં તારા જેટલું જ મળ્યું છે. જે ક્યારેક જ મળ્યું અને તે