પિશાચિની - 25

(83)
  • 6.8k
  • 12
  • 3.6k

(25) જિગર પલંગ પર સૂતેલી માહીની નજીક પહોંચ્યો, ત્યાં જ માહી એક ચીસ પાડતાં હવામાં-છ-સાત ફૂટ અદ્ધર ઊંચકાઈ અને પછી પાછી જોશભેર પલંગ પર પટકાઈ, એટલે જિગર ડરી-ગભરાઈ ગયો હતો. ‘..આ તે વળી શું થઈ ગયું હતું ? !’ તેના મગજમાં આ વિચાર દોડી ગયો હતો, અને એ સાથે જ અત્યારે ફરી માહીએ ચીસ પાડી અને જમીન પરથી હવામાં-અદ્ધર ઊંચકાઈ અને પાછી જોશભેર પલંગ પર પટકાઈ. જિગર જડ બની ગયો. તેને આ દૃશ્ય જલદી પચે એમ નહોતું. ‘અચાનક તેની માહી સાથે આ શું બની રહ્યું હતું ? ! અને...અને આ બનતું રોકવા માટે તે કરે, તો શું કરે ? !