પ્રાસ્તાવિકઃ ચાની લારી ચલાવતા, શાકભાજી વેચતા, કરિયાણાની દુકાન ચલાવતા વેપારીઓથી માંડીને વકીલ, ડૉક્ટરો અને ઍન્જીનિયરોથી રાષ્ટ્રપતિ સુધી સહુ કોઈ શિક્ષણની સમગ્ર વ્યવસ્થાથી ચિંતિત છે. એક બાજુ આંખનો પલકારો થાય ત્યાં સુધીમાં વિશ્વમાં વ્યાપ્ત જ્ઞાન બમણું થઈ જાય છે અને બીજી બાજુ શિક્ષણના ભારને સહન ન કરી શકતા વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ વળી જાય છે. વધતું જતું જ્ઞાન અને માણસનું માણસ તરીકે જીવવું આ બંને વચ્ચેનું અંતર વધતું જતું હોય તેવું પ્રતીત થાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. અદ્યતન ટેક્નોલૉજીએ શિક્ષણના માળખાને અને સ્વરુપને ઘણે અંશે પરિવર્તિત કર્યા છે. માહિતી આદાન પ્રદાનની પ્રક્રિયા ચમત્કારિક રીતે ઝડપી બની છે. સાક્ષરતાના પ્રમાણને