લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 25

(25)
  • 4.9k
  • 4
  • 1.9k

ઠંડા પવનની લહેરો તડકામાં પણ શિતળ લાગી રહી હતી. વાતાવરણ એકદમ શાંત હતું. આખું ગાડૅન ખાલી દેખાય રહયું હતું. જેમાં કોઈ એકાદ કોલેજ કપલ દુર એક ઝાડની નીચે પ્રેમની મહેફિલ જમાવી રહયા હતા. લીમડાના ઝાડ નીચે બેઠેલ તે પ્રેમી યુગલને જોઈ સ્નેહાને શુંભમની યાદ વધારે સતાવતી હતી. 'કદાચ આપણે આજે સાથે હોત તો આમ જ એકબીજાની બાહોમા બેસી કેટલી પ્રેમની વાતો કરત. પણ તે સમય આવ્યા પહેલાં જ તું મારાથી દૂર થઈ ગયો.' નિરાલીની સાથે વાતો ચાલતી હોવા છતાં પણ સ્નેહાનું મન સપના સજાવી રહયું હતું. વિચારો હજું બસ તેના જ હતા. કોઈ લાગણી