લાલની રાણીનું આધારકાર્ડ - 8

(38)
  • 3.4k
  • 2
  • 1.5k

પ્રકરણ-૮/ આઠમુંએક સેકંડ માટે લાલસિંગને એવો આભાસ થયો જાણે કે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હોય.પછી બીજી જ ક્ષણે જાતને સજાગ થઈને સંભાળતા તેને વિચાર સુજ્યો કે, સૌ પહેલાં ભૂપતની પ્રાથમિક સારવાર કરાવ્યા પછી, તેની પાસેથી જ આ ષડ્યંત્રના માસ્ટર માઈન્ડનું પગેરું મળી શકશે. લાલસિંગએ તેમના માણસોને સૂચના આપી કે સૌ પહેલાં તાત્કાલિક ધોરણે ભૂપતની વ્યવસ્થિત રીતે પ્રાયમરી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેને અનુકુળ આવે ત્યાં રહેવાની આરામદાયક વ્યવસ્થા કરો. ‘ભૂપત, આપણે આવતીકાલે મળીએ છીએ. અને કંઈ કામ હોય તો મને કોલ કરજે.’ એમ કહીને ઉતાવળા પગલાં ભરીને ડ્રોઈંગરૂમમાં આવતાં વેંત જ છટકેલી કમાન અને ગુસ્સામાં લાલચોળ લાલસિંગે રણદીપને કોલ લગાવ્યો. રણદીપે