બદલાથી પ્રેમ સુધી ભાગ સત્તર આપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ઘરેથી નીકળે છે .એક તરફ રોહિત સોનાક્ષી નો ઇંતજાર કરી રહ્યો છે ત્યારે બીજી તરફ સોનાક્ષી ઘરેથી નિકળતાજ બાઈક સ્ટાર્ટ કરે છે અને હેલ્મેટ પહેરે છે તે ઝડપથી બાઈક ચલાવી રહી હોય છે ઘરથી નીકળતા જ તે માઇન હાઇવે પર પહોંચે છે અને બાઈક ની સ્પીડ પણ વધારે છે માઈન હાઇવે વટાવતાની સાથે જ તે એક નાનકડી શેરી માં પ્રવેશ કરે છે. સોનાક્ષી શેરી માં પ્રવેશતાની સાથે જ બાઈક ની સ્પીડ ઘટાડવાનું વિચારે છે પરંતુ તું તે સ્પીડ ને વધારે છે જેથી તે ઝડપથી પહોંચી શકે.