જમાનો છે બોલ્ડ બનવાનો જિંદગી શિક્ષકથી ઘણી કડક છે, શિક્ષક પહેલા પાઠ ભણાવે પછી પરીક્ષા લે છે જયારે જિંદગી તો પહેલા પરીક્ષા લે અને પાઠ ભણાવી જાય છે. માટે જ હંમેશા આપણે ધારીએ એવું જ બધું પોઝીટીવ બને તેવું શક્ય નથી. વિપરીત પરિસ્થિતિમાં પણ ઝઝૂમીને ટકી રહેવા હિંમતની ડગલે ને પગલે જરૂર પડે છે. તો બસ બોલ્ડ બનો એ જ ઉપાય છે. એમાં જ ખરી મજા છે. ‘બોલ્ડ’ હોવું કે બનવું એટલે શું? એવો સ્વાભાવિક જ પ્રશ્ન થાય. બોલ્ડ બનવું એટલે દાદાગીરી મારવી, ઉદ્ધત બનવું કે રોફ જમાવવો એવો અર્થ