સફેદ ગુલાબનું ફૂલ

(12)
  • 5.3k
  • 1.1k

સાહેબ, સ્ટેશન આવી ગયું હં... રિક્ષાવાળાના અવાજથી વિચારોના વમળમાંથી જાગીને મિ.જોશીએ જવાબ આપ્યો . બેગ ઉપર થેલો મૂકીને બેગ ઘસડતાં પ્લેટફોર્મ તરફ ચાલવા લાગ્યા.ટ્રેન સામે જ ઉભી હતી, પોતાની બોગી અને સીટ ગોતીને ગોઠવાયા. પરીક્ષાનો સમય નજીક હોવાથી યાત્રિકોનો ધસારો નહિવંત હતો એટલે જ કદાચ મિ.જોશીને કન્ફર્મ ટીકીટ મળી ગઈ હતી. બેગને સીટ નીચે ગોઠવીને થેલાને ઉપરની સીટ પર મુકતાં મનમાં જ બબડ્યા કોઈ આવશે ત્યારે જોયું જશે.. અને બારીમાંથી બહાર પ્લેટફોર્મ પરની ચહલપહલ જોતા હતા.. છેલ્લી ઘડીએ મોડા પડેલા થોડા પ્રવાસીઓની દોડધામ, એમની આગળ સામાન લઇ ને ઝડપથી ચાલતા કુલી, રખડતા કુતરાઓનો ભસવાનો અવાજ.