નકશાનો ભેદ - 13

(30)
  • 3.5k
  • 4
  • 1.6k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૩ : કાચવાલા હવે કચકચ નહિ કરે ! આ વખતે ઇન્સ્પેક્ટર કાચવાલા ટાબરિયાંઓની વાત સાંભળવા તૈયાર થઈ ગયા ! અલબત્ત, એમની ટેવ પ્રમાણે, પહેલાં તો ઘાંટાઘાંટ કરી જ. પહેલાં તો એમને મળવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો. બહાર બેઠેલા જમાદારની સાથે કહેવડાવ્યું કે એ તોફાની બારકસોને વિદાય કરી દે. પણ મનોજ એન્ડ કંપની આજે એમને મળ્યા વગર જાય એમ નહોતી, એટલે આખરે એ બહાર આવ્યા અને ઘાંટો પાડીને બોલ્યા,”છોકરાઓ ! મેં તમને કેટલી વાર કીધું છે કે મને હેરાન ના કરો ! બોલો, એક મિનિટમાં બોલી જાવ, શું કહેવું....” એ બરાડી રહે તે પહેલાં