પિશાચિની - 24

(89)
  • 8.1k
  • 8
  • 3.6k

(24) ‘...હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’ અદૃશ્ય શક્તિ શીના ઘસઘસાટ ઊંઘી રહેલી માહી તરફ જોતાં બોલી ગઈ, એટલે જિગર કાંપી ઊઠયો, થરથરી ઊઠયો. ‘તું...? !’ તે થરથરતા અવાજે બોલ્યો : ‘...તું શું બોલી ? !’ ‘તેં બરાબર જ સાંભળ્યું છે, જિગર !’ શીના બોલી : ‘હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’ જિગર શીના સામે જોઈ રહ્યો. ‘તું...,’ તે કંપતા અવાજે બોલ્યો : ‘...તું મારી સાથે મજાક તો નથી કરી રહી ને, શીના ? !’ ‘ના !’ શીના ભારપૂર્વક બોલી : ‘હું તારી સાથે આવી મજાક શું કામ કરું ? ! હું ખરેખર જ માહીનું લોહી પીવા માંગું