લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 23

(27)
  • 4.5k
  • 2
  • 1.9k

વિચારોમાંથી બહાર નિકળતા જ સ્નેહાએ શુંભમને મેસેજ કર્યો. 'ફ્રી થાવ તો કોલ કરજો મને વાત કરવી છે.' આજ સુધી કયારે શુંભમે સામેથી કોલ કે મેસેજ નથી કર્યો તે વાત તે જાણતી હતી. અત્યારે પણ તે શાયદ નહીં જ કરે તે પણ તેને ખબર હતી. પણ એકવાર તે શુંભમ પર ઉમ્મીદ કરવા માગતી હતી. ઓફિસનો સમય પુરો થયા સુધી તો કોઈ મેસેજ ના હતો. ના કોઈ કોલ. ધીરે ધીરે તેની ઉમ્મીદ તુટી રહી હતી. શુંભમે મેસેજ જોઈ તો લીધો હતો પણ રીપ્લાઈ કંઈ નહોતો કર્યો. તેને ફરી એકવાર કોશિશ કરી જોઈ શાયદ તે કામમાં હોય ને