વાર્તા- મોક્ષ લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં. 9601755643 નરસિંહભાઇ હાજર થાઓ, નરસિંહભાઇ હાજર થાઓ, નરસિંહભાઇ હાજર થાઓ.કોર્ટના બેલિફે એની ફરજ અદા કરી.નરસિહભાઇ આરોપીના કઠેડામાં આવીને ઊભા રહ્યા.વકીલો હાજર થઇ ગયા અને થોડીવારમાં જજ સાહેબ પણ આવી ગયા. જજ સાહેબની નજર નરસિંહભાઇ ઉપર પડી અને તેમના ચહેરા ઉપર થોડો નવાઇનો ભાવ આવ્યો પણ એક ક્ષણ માટે જ.તુરંત તેમણે કોર્ટ કાર્યવાહીનો ઓર્ડર કર્યો.એટલે કાર્યવાહી ચાલુ થઇ. 'ભાઇ નરસિંહ, તારી જન્મકુંડળી તપાસી.બીજું બધું તો બરાબર છે પણ તારી કુંડળીમાં એક યોગ જોરદાર છે.આવો યોગ પ્રાપ્ત થાય એ માટે તો લોકો હિમાલયમાં જઇને તપ કરેછે.' ' એવો તો કેવો યોગછે ભગીરથકાકા?'