પગલાં સંવેદનાના.

  • 3.5k
  • 1.1k

"ભોં.. ભોં.. ભોં..." નાના ગલુડિયાનો ધીમો ભસવાનો અવાજ આવી રહ્યો હતો, પૂનમાશંકર મહારાજ મંદિર ખોલીને બહાર આવ્યાં, બહાર જોવે છે તો એક નાનું ગલુડિયું રડી રહ્યું છે. મહારાજે "હડ...હડ" કરી હાંકવા પ્રયત્ન કર્યો પણ એ તો હાથ જોડી ઉભું થઈ ગયું, જાણે એ કઈંક કહેવા માગતું હોય.મહારાજ એને તેડીને અંદર લઈ ગયાં. મંદિરમાં ભૈરવદાદાની આબેહુબ છબી દેખાઈ રહી હતી.  નાનું ગલુડિયું છબીને અપલક નજરે જોઈ રહ્યું હતું. છબીમાં એને ભગવાન સાથે કૂતરાંની પણ પૂજા થતી દેખાઈ. એ રડવા લાગ્યું. મહારાજે એને તેડી લીધું. એ ધ્રૂજતું હતું, કંઈક બોલવા પ્રયત્ન કરી રહ્યું હતું. મહારાજે માથે હાથ ફેરવતાં કહ્યું, "બોલ બેટા,