રાત ઘણી થઈ ગઈ હતી અને આજથી પહેલાં અમી આટલી રાત સુધી ક્યારેય બહાર નહતી રહી એટલે ઘરે પણ બધાને ચિંતા થવાં લાગી. જેવી જ અમી ઘેર પહોંચી ત્યાં બધાનાં જીવમાં જીવ આવ્યો. પણ દરેકનાં પુછવાં પર પણ અમીએ કોઈ વાત જણાવી નહીં અને જાણે બધું સામાન્ય હોય તેમ જમી પોતાનાં રૂમમાં ચાલી ગઈ. અમીને થાકેલી જોઈ નિયતિએ તેને આરામ કરવાં કહ્યું અને પોતે પણ બધાં પોતપોતાની રીતે રોજની માફક ચાલ્યા ગયાં. અડધી રાત થવાં આવી અને ઘરમાં પણ બધાં સૂઈ ગયા હતાં. આ વાતનો ફાયદો ઉઠાવી અમીએ દબે પગલે , જરાક પણ અવાજ