(23) અદૃશ્ય શક્તિ શીનાએ એના બન્ને હાથથી જિગરનો ચહેરો પકડયો ને પોતાની તરફ ખેંચ્યો. અને આ સાથે જ જિગરના શરીરમાં ભયનું એક લખલખું ફરી વળવાની સાથે જ તેના મગજમાંથી એક ડરામણો વિચાર પણ પસાર થઈ ગયો કે, ‘કયાંક...કયાંક શીના તેની ગરદનમાં દાંત ખૂંપાડીને તેને મારી તો નહિ નાંખે ને ? !’ અને એટલે જિગરે એકદમથી જ તેનો ચહેરો શીનાથી દૂર હટાવવા માંડયો. તો શીના બોલી ઊઠી : ‘શું થયું, જિગર ?’ ‘તું...,’ જિગર સહેજ કંપતા અવાજે બોલી ઊઠયો : ‘...તું શું કરી રહી છે, શીના ? !’ શીના હસી : ‘તને એમ લાગ્યું ને કે, હું તારી ગરદનમાં દાંત ખૂંપાડીને